Mon. Dec 23rd, 2024

ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

ગુજરાત પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. આચાર સહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે, આ પરીપત્ર અનુસાર સોશિયલ મીડિયા પર આચાર સહિતા ભંગ થતી ટીપ્પણી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
હાલ પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે આંદોલનને લઈને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસ કર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા માટેની કડક સૂચના આપી છે. બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયામાં જોરશોરથી આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા ગ્રેડ પેમાં વધારો, રજાઓ, કામનો નિયત સમય જેવી અને માંગો ઉભી થવા પામી છે જે મુદ્દાઓ દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં તીવ્રતા પકડી રહ્યા છે. જોકે પોલીસ કર્મીઓ દ્વારા પણ ગ્રેડ પેના નામે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
પોલીસ કર્મીઓ દ્વારા ફરજોના કલાકો નક્કી કરવા બાબતે જેવા અનેક મુદ્દાઓને લઈને માંગો થવા પામી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ તેમને હાલ મળી રહેલા હકને લઈને લડાઇના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પોલીસ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીએ ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા કરી આંદોલન શરુ કરી દીધી છે, સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ તેના સમર્થન મા ગાંધીનગર પહોંચવાની શરુઆત કરી દીધી છે ત્યારે આ પોલીસ આંદોલન આગામી સમય મા વધુ વેગ પકડશે તેમ લાગુ રહ્યુ છે.

Related Post

Verified by MonsterInsights