Sat. Dec 21st, 2024

ગુજરાત રમખાણોને લઈ પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણની પ્રતિક્રિયા

ગુજરાતના રમખાણોને લઈને કેટલા વર્ષોથી લોકો ન્યાયની રાહમાં બેઠા છે એવામાં એક સારી સફળતા પોલીસને મળી છે. આપને જણાવી દઈએ કે, ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને ગુજરાતના રમખાણો મામલે અમદાવાદ પોલીસના પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની અટકાયત કરવામાં આવી તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે.

નંબી નારાયણને જણાવ્યું કે, આપણી સિસ્ટમ એવી છે કે, કોઈ પણ વ્યક્તિ ખોટા નિવેદનો આપી શકે છે અને પછી તેનાથી દૂર ભાગી શકે છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, તેમની ધરપકડ કરવામાં આવી કારણ કે, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તેઓ શાલીનતા મામલે તમામ હદ પાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રમખાણોને લઈને સમગ્ર દેશમાં ચર્ચા થઇ રહી છે. તેવામાં નારાયણને જણાવ્યું કે, ‘મને ખબર પડી કે, વાર્તાઓ ઘડવા અને તેને સનસનીખેજ બનાવવાના આરોપસર આજે તેમની ધરપકડ કરવામાં આવી. તેમના સામે એક આરોપ હતો. બિલકુલ એવો જ જેવો તેમણે મારા કેસમાં કર્યો હતો. ગુજરાત પોલીસે શનિવારના રોજ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડને મુંબઈ ખાતેથી જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારને અમદાવાદ ખાતેથી અટકાયતમાં લીધા હતા.

 

Related Post

Verified by MonsterInsights