ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાંથી યુવક-યુવતીનો માનવ કંકાલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માનવ કંકાલને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમીરગઢના સોનવાડી પાસેના જંગલમાંથી એક યુવક અને યુવતી નો માનવ કંકાલ મળી આવ્યો હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા જ તાત્કાલિક જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ અંગે પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા જે અંગે ની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી.
આ બાબતે પોલીસ ને શંકા જતા ગુમ થયેલા યુવક યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલ પર્સ અને કપડા સહિત ની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક યુવતી જ હોવાનું જ જણાયુ હતું જેથી પોલીસે આ બંને યુવક-યુવતીના માનવ કંકાલ ને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.