દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જીન એટલે ગૂગલ. ગૂગલે 22 જુલાઈએ પોતના એક સીનિયર સોફ્ટવેર એન્જિનિયરને નોકરી પરથી નીકાળી દીધો હતો. જે ખરેખર ચોંકાવનારી બાબત છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલે એક સોફ્ટવેર એન્જિનિયરને કાઢી મૂક્યો, જેણે કંપનીના AI ચેટબોટ LaMDA ને માનવ તરીકે વર્ણવ્યું હતું. કંપનીએ કાઢી મૂકેલા સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈન વિશે જણાવ્યું હતું કે તેણે કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું હતું અને કંપનીને LaMDA પરના તેમના દાવાઓ સંપૂર્ણ પાયાવિહોણા ગણાયા હતા. ગૂગલના જણાવ્યા અનુસાર લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ (LaMDA) કંપનીના સંશોધનના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, LaMDAનું પૂરું નામ લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ છે. તે Googleના અત્યંત અદ્યતન ભાષા મોડેલ પર આધારિત ચેટબોટ છે. આ ચેટબોટ યુઝર્સ સાથે વાતચીત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. ચેટબોટ આ માટે ઈન્ટરનેટમાંથી ટ્રિલિયન શબ્દોનો ઉપયોગ કરી શકે છે.
મહત્વનું છે કે, સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈને દાવો કર્યો હતો કે ચેટબોટની વાતચીત પાછળ માનવ મગજનો હાથ હોઈ શકે છે. લેમોઇને જ LaMDA-આધારિત ચેટબોટ સાથેની વાતચીત લીક કરી હતી. તે જ સમયે ગૂગલ સહિત ઘણા અગ્રણી વૈજ્ઞાનિકોએ લેમોઈનના દાવાઓને ભ્રામક ગણાવીને ફગાવી દીધા હતા. તેમના મતે, LaMDA માત્ર એક જટિલ અલ્ગોરિધમ છે જે માનવ ભાષાને સમજાવવા માટે રચાયેલ છે.