દેડિયાપાડા પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તબક્કે મામલામાં 6 સગીર બાળકોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
ગેંગરેપ બાદ સગીરા તેના માસીના ઘરે ગઈ કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે દેડિયાપાડા એસ ટી ડેપો ખાતે આવી હતી. જ્યાં ત્રણ સગીર તેને પટાવી ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઇ ગયાં હતાં અને તેના પર ગેંગરેપ કર્યો હતો.
ઘટના બાદ સગીરા તેના ઘરે નહીં જતાં માસીનાં ઘરે ગઈ હતી. જ્યાં પરિવારજનોએ તેના ગુમ થયા અંગે પુછપરછ કરતાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી ન હોતી જેથી તેના પરિવારે દેડિયાપાડા પોલીસ સ્ટેશને લાવી હતી.
આરોપીઓના મેડિકલ તપાસ કરાશે ઘટનાને પગલે દેડિયાપાડા પીએસઆઇ અશોક પટેલ તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જોકે, મામલાની ગંભીરતાને લઇને નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર એલસીબી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ તેમજ સીપીઆઇ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ દેડિયાપાડા દોડી આવ્યાં હતાં.
ટીમની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટનામાં કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવા સહિત દુષ્કર્મ આચરનારા સગીર બાળકોનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવાશે. જેના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.
મહિલા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું
મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ કરી દુષ્કર્મ આચરનારા બાળકોની વિગતો એકત્ર કરાઇ હતી. જેમાં દુષ્કર્મ આચરનારા બાળકો પણ સગીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા તમામ યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ