ગુજરાત રાજ્ય સરકારના અમદાવાદ ખાતે આવેલ શ્રી જયશંકર સુંદરી નાટ્યગૃહ માં મેનેજર તરીકે આશરે ૧૦ વર્ષ રહ્યા તે દરમ્યાન નેશનલ ફોક ફેસ્ટિવલ, સુંદરી રાષ્ટ્રીય નાત્યોત્સવ, સંસ્કૃતિકુંજ સહિત અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અનેક સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમો માં અગત્યની ફરજો બજાવેલ છે. કલાકાર કસબીઓના વિકાસ માટે અનેક સેવાકીય પ્રવુતિઓ પણ કરેલ છે.
શ્રી પ્રકાશ જાડાવાલા એ ગુજરાત રાજ્યના માનનીય ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ ના અંગત મદદનીશ તરીકે આશરે ૧૦ વર્ષ ફરજો બજાવેલ છે. માનનીય ઊર્જામંત્રીશ્રીના મતવિસ્તાર બોટાદ અને વલભીપુર તાલુકાના આશરે ૧૦૦ જેટલા ગામોના સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતની સુવિધાઓ તથા વિકાસ માટે નોંધનીય કામગીરીઓ કરેલ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય નાગરિક થી લઇ અગ્રણીઓ તમામ ની લોકચાહના મેળવનાર સેવાભાવી એવા શ્રી પ્રજા મૃદુભાષી, સેવાભાવી, નિડર અને નિર્ણાયક સ્વભાવ ધરાવે છે.
ગુજરાત ની સૌથી અગત્યની યોજના એવી ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે સફળતાપૂર્વક ફરજો બજાવ્યા બાદ શ્રી પ્રજા એ ગુજરાત મેરિટાઇમ બોર્ડ માંથી સરકારી અધિકારી તરીકે ગયા ડિસેમ્બર, ૨૦૨૦ માં જ સ્વૈચ્છિક રાજીનામું આપેલ છે.
માત્ર ને માત્ર સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરવા માટે જ તા.૧લી જાન્યુઆરી,૨૦૨૧થી આંબાવાડી વિસ્તાર, અમદાવાદ ખાતે “પ્રજા ઇવેન્ટ્સ” નામની કંપની શરૂ કરનાર શ્રી પ્રજા એ ખૂબ જ ટૂંકા ગાળામાં અનેક સફળ ઇવેન્ટ પાર પાડ્યા છે.
ગયા વર્ષ દરમ્યાન લોક ડાઉન ની કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતના નામાંકીત આશરે 70 થી પણ વધુ ગાયક મિત્રોને સાથે રાખી સળંગ 52 દિવસો સુધી કરાઓકે શો રાખી “વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા” મેળવેલ છે જે એક અનોખી સિદ્ધિ કહી શકાય.
આ ઉપરાંત ચાલુ વર્ષે કોઈપણ પણ પ્રકારની ફી લીધા સિવાય “કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧” નું આયોજન કરેલ જેમાં આશરે 532 જેટલા સીંગર મિત્રોએ ભાગ લીધેલ છે.
આ ઉપરાંત તાજેતરમાં જ “BharatFM શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ” નું પણ આયોજન કરેલ છે, જેમાં પણ કોઈપણ પ્રકારની ફી લેવામાં આવેલ નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમેરિકા ખાતે ના પ્રસિદ્ધ BHARAT FM કે જેના એક લાખ કરતાં પણ વધુ શ્રોતા છે, આશરે ૪૫ થી પણ વધુ ઓરેટર અને સ્પીકર છે તથા ૧૦ કરતા પણ વધુ વિવિધ ભાષાઓમાં 24 x 365 કાર્યક્રમ પ્રસારિત થાય છે, તેવા BHARAT FM ના રિજીઓનલ હેડ તરીકે પોતાનું યોગદાન આપી રહેલા શ્રી પ્રજા એ વધુ વિગત આપતા જણાવ્યું છે કે બહું જ ટૂંકા સમયમાં BharatFM નું OTT પ્લેટફોર્મ પણ લોન્ચ થવા જઈ રહ્યું છે જેમાં આશરે ૧૦ કરતા પણ વધુ ભાષાઓ ના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
શ્રી પ્રજા ને તેમના નાટકો માટે સંગીત નાટક અકાદમી, ટ્રાન્સમીડિયા સહિતના એવોર્ડ મળેલા છે. તેમની શોર્ટ ફિલ્મ “વેલકમ ટુ હેવન” ને “ટોરેન્ટો આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ” દ્વારા એવોર્ડ મળેલ છે.
આ ઉપરાંત તેમના નાટક “ખુશાલીનો વન્સમોર” ને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.
શ્રી પ્રજા ની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ને ધ્યાનમાં રાખી તેમને ઝાયડસ ગૃપ, હેલો ગુજરાત મીડિયા અને BOHO હોમ્સ આયોજિત “TIMA AWARD” THE IDEAL MAN AWARD નું પણ બહુમાન મળેલ છે.
વિવિધ બ્લડ ડોનેશન કેમ્પ, અપંગ માનવ મંડળ, બ્લાઈન્ડ મેન સ્કૂલ, વૃદ્ધાશ્રમ, વસ્ત્ર દાન, અન્ન દાન, મહિલા ઉત્કર્ષ માટે આત્મનિર્ભર અભિયાન સહિત અનેક સામાજિક પ્રવુતિઓ સાથે જોડાયેલા શ્રી પ્રજા સેવાકીય પ્રવૃતિઓ માટે સદાય તત્પર રહે છે.
આવા કલા પ્રેમી, સામાજિક અગ્રણી, કલાકારોના ઉત્થાન માટે સદાય પ્રવૃત્તમય એવા શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) ને આજના ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે “આર્ટિસ્ટ એસોસીએશન ઓફ ગુજરાત” ના પ્રદેશ કક્ષાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક ની જાહેરાત કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
શ્રી પ્રજા ની કલા, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રનો બહોળો અનુભવ અને સંપર્કો “આર્ટિસ્ટ એસોસીએશન ઓફ ગુજરાત” ના સભ્યો માટે ચોક્કસ લાભ કર્તા બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.
લિ.
ભગુભાઈ વાળા,
પ્રમુખ, AAOG