સુરતમાં નજીવી બાબતે હત્યાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે આખી ઘટના એમ હતી કે સુરતના પર્વતગામ પાસે યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી પતાવી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા મોત સામે લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીકરીની નજર સામે જ પિતાનીને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી. કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા
પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા. પિતાની નિર્મમ હત્યાને લઈ પરિવાજનોમાં દુઃખનો શોક છવાઈ ગયો હતો યુવતીની છેડતીમાં પિતાની કરપીણ હત્યા આ મામલે પોલીસનું કહેવું છે. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો. ત્રણેય ને લાફા મારી પિતા-પુત્ર ને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.દીકરીની નજરે સામે પિતાની કરપીણ હત્યા 20થી વધુ ધા મારી ને કરાઈ હત્યાનજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને 20 થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ: પંકજ જોષી