મહારાષ્ટ્રમાં એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માને પસ્તાવો થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાથર્ડી ફાટા વિસ્તારના સાઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ના ગણવા જોઈએ.
મહિલાએ સુસાઇડમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દિકરાની હત્યા તેણે જ કરી છે. જોકે, બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રુમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નિકળતુ હતું. મહિલાના માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, તેની પુષ્ટિ કરી છે.
તકિયાથી દબાવ્યું દિકરાનું મોઢું
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું કે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ તકિયાથી મોઢુ દબાવી પોતાની પુત્રની હત્યા કરી હતી. આ ઘટના મુદ્દે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.