Sat. Nov 23rd, 2024

રાજકોટમાં બે વર્ષની દીકરીને ગાયે કચડી, બાળકીના માથામાં 10 ટાકા જોઈ પિતા બેભાન

DainikBhaskar.com

રાજ્યમાં રખડતા ઢોરે લોકો પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે રાજકોટમાં રવિવારે એક ગાય દ્વારા માતા અને બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાળકીને માથાના ભાગે ઈજા થતા તેના માથામાં 10 ટાકા લેવામાં આવ્યા હતા. ગાય દ્વારા માતા અને દીકરી પર હુમલો કરવાની ઘટનાની જાણ બાળકીને પિતાને થતા તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. જ્યારે દીકરીના પિતાએ તેના માથામાં 10 ટાકા જોયા ત્યારે તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા.

(બાળકી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડનાર)

રિપોર્ટ અનુસાર સંતકબીર રોડ પર જ્યારે નીલમ પ્રજાપતિ તેમની બે વર્ષની દીકરી આંશીને અને સાસુને લઇને ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે રવિવારના રોજ રખડતી ગાય દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે વર્ષની આંશીને માથાના ઈજા થઇ હતી. તેથી પૂજા નામની એક મહિલાએ નીલમ અને તેની દીકરી આંશીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં આંશીના માથાના ભાગે ડૉક્ટર દ્વારા 10 ટાકા લેવામાં આવ્યા હતા.

નીલમ અને દીકરી આંશીને ગાયે અડફેટે લીધા હોવાની જાણ સંદીપ પ્રજાપતિને થતા તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં દીકરી આંશીના માથાના ભાગે 10 ટાકા જોઈએ સંદીપ ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. ભોગબનનાર નીલમ પ્રજાપતિ તેમના પરિવારની સાથે રાજકોટના સંતકબીર રોડ પર આવેલી આંબાવાડીમાં રહે છે. આ ઘટનામાં એવી પણ વિગત મળી રહી છે કે, ગાય દ્વારા નીલમ અને તેની દીકરીને પાછળથી શિંગડુ માર્યા બાદ બે વર્ષની આંશીને ગાયે પગ વડે ખૂંદી હતી.

દીકરીને બચાવવા માટે નીલમે ગાયની સાથે બાથ ભીડીને દીકરીનું રક્ષણ ગાયથી કર્યું હતું. આ ઉપરાંત ઘટના બની તે સમયે આસપાસ રહેલા સ્થાનિક લોકો તાત્કાલિક લાકડી લઇને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. લોકોએ ગાયને લાકડી વડે માર મારીને દૂર ખસેડી હતી. આ ઘટના બાદ માતા અને દીકરીને સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નીલમને આ ઘટનામાં પગના ભાગે ઈજા થઇ હતી. આ ઘટનાને લઇને બાળકીને પિતા સંદીપ પ્રજાપતિએ કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં ઢોરનો ત્રાસ વધારે છે. પણ અમારી ફરિયાદ કોઈ પણ સાંભળતું નથી.

તો ગાય દ્વારા લોકો પર હુમલો કરવામાં આવ્યો હોવાનું બીજી ઘટના જાગનાથ વિસ્તારના બનવા પામી હતી. જાગનાથમાં અંડરબ્રીજની પાસે ગાયોના ટોળા બેઠા હોય છે. જયારે એક 70 વર્ષના મહિલા લાભુ સિસોદિયા ગાયને રોટલી આપવા માટે ગયા તે સમયે ગાયે મહિલાને ઢીંક મારીને પછાળી દીધા હતા. આ ઘટનામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ થઇ હોવાના કારણે તેમને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights