Mon. Dec 23rd, 2024

રાપર પોલીસ સ્ટેશનના વિસ્તારના ડાભુંડા ગામેથી ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

કચ્છ:રાપર તાલુકાના ડાભુંડા ગામમાં રહેણાંક મકાનમાંથી પોલીસે અંગ્રેજી દારૂ-બિયર ના જથ્થા સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે બે જણા સામે ગુનો દાખલ કરાયો છે.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ રાપર પોલીસે ડાભુંડા ગામમાં ગત્ તારીખ ૧૨/૦૨ ના બપોરે 12.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી.રહેણાંક મકાનમાં દારૂનું વેંચાણ થતું હોવાની બાતમી મળી હતી. આરોપી અજુભા કરશનજી રાઠોડ રહેણાંક મકાનની આગળ રહેલી કરીયાણાની દુકાનમાં બેઠો હતો.

તેના ઘરમાં જઈને તપાસ કરતા’ શરાબની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન અંગ્રેજી પ્રકારના શરાબની જુદી જુદી બ્રાન્ડની 74 નંગ બોટલો, 165 નંગ કવાટરીયા અને બીયરના 24 નંગ ટીન સહીત રૂ. 44.800 ની કીમતનો શરાબ કબ્જે કર્યો હતો.

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી વી.એલ.પરમાર તથા રાપર પોલીસ
સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.

અહેવાલ: પંકજ જોષી

Related Post

Verified by MonsterInsights