-
પ્રસિદ્ધિ મેળવવા વિડીયો વાયરલ કારાયો હતો.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી. મુખ્યમંત્રીની મેક્ડોનાલ્ડવાળી અસલ સ્પિચ સાથે ચેડા કરી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ઓરીજીનલ સ્પિચ સાથે ચેડા કરે તેને સોશીયલ મીડીયામાં વહેતી કરાઈ હતી. વડોદરાના પ્રદિપ ભોળાનાથ કહારએ તેના સોશિયલ મીડીયા પર રૂપાણીની સ્પિચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેઓના પદ અને પ્રતિષ્ઠાને નુક્શાન કરવાના ઈરાદાથી ઈલ્ક્ટ્રોનીક દસ્તાવેજો બનાવીને વાયરલ કરી હતી. તે પરાંત આરોપીએ સ્વિકાર્યું હતું કે આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો પોસ્ટ કરાયેલા છે.