Mon. Dec 23rd, 2024

સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું હોય છે ગોલ્ડન વિઝા? કોને મળી શકે છે…

સંજય દત્તે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ‘મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં UAE ના ગોલ્ડન વિઝા મેળવીને સન્માનીય અનુભવ કરી રહ્યો છે.

બોલિવૂડ એક્ટર સંજય દત્તે હાલમાં ખાસ જાહેરાત કરી છે. હિન્દી ફિલ્મોનાં ખલનાયક સંજય દત્તે હાલમાં ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે તેને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ યુએઈ સરકારનો આભાર માન્યો છે. ગોલ્ડન વિઝા મેળવીને સંજય દત્ત ખુશ છે. સંજય દત્તે તેની ટ્વીટમાં લખ્યું છે ‘મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં UAE ના ગોલ્ડન વિઝા મેળવીને સન્માનીય અનુભવ કરી રહ્યો છે. આ સન્માન માટે UAE સરકારનો આભારી છું.”

કોને મળી શકે છે ગોલ્ડન વિઝા

અહેવાલ અનુસાર ગોલ્ડન વિઝા 10 વર્ષની રહેવાની પરમિશન હોય છે. આની ઘોષણા 2019 માં દુબઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને શાસક હીઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રાશીદ અલ મકતૂમ દ્વારા કરવામાં આવી હતી. 2020 માં વિશેષ ડીગ્રી, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો અને પ્રોફેશન માટે આવાં વિઝાની પરમિશન આપવામાં આવી છે.

 

UAE ના ગોલ્ડન વિઝા મેળવ્યાની ખુશી વ્યક્ત કરવાની સાથે સંજય દત્તે તસ્વીરો પણ શેર કરી છે. જેમાં તે મેજર જનરલ મોહમ્મદ અલ મારીની સાથે હાથમાં પાસપોર્ટ પકડીને ઉભેલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેજર જનરલ મોહમ્મદ અલ મારી દુબઈમાં જનરલ ડાયરેક્ટ્રેટ ઓફ રેજીડેન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેક્ટર છે. UAEનાં ગોલ્ડન વિઝા મળવા પર ફેન્સ સંજય દત્તને વધામણાઓ આપી રહ્યાં છે. તેની મોટી દીકરી ત્રિશલાએ પણ સંજય દત્તને વધામણી આપી છે અને તેની તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું છે, ‘ડેડી આપ શાનદાર દેખાઇ રહ્યાં છો, આઇ લવ યૂ’

સંજય દત્ત બોલિવૂડના ઘણા સ્ટાર્સમાંના એક છે જેઓ દુબઈની અવારનવાર મુલાકાત લેતા રહે છે. ગયા વર્ષે જ સપ્ટેમ્બર 2020 માં સંજય તેમની પત્ની માન્યતા સાથે દુબઈની મુલાકાતે હતો. માન્યતાએ દુબઈની સફરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સંજય દત્તનું બીજુ ઘર દુબઈમાં છે. ત્યાં તેમની પત્ની અને બાળકો રહે છે. બાળકો દુબાઈમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. આવામાં સંહાય દત્તને ત્યાં અવરજવર કરતો રહે છે. પરંતુ હવે તેમને વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે કેમ કે હવે તેમની પાસે ગોલ્ડન વિઝા છે. જેનાથી તેઓ હવે UAE માં 10 વર્ષ સુધી ગમે ત્યારે આવી જઇ શકે છે.

Related Post

Verified by MonsterInsights