Tue. Dec 24th, 2024

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે PM મોદી આવશે ગુજરાત

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.મહત્વનું છે કે 31 ઓક્ટોબરે સરદાર જયંતિ આવે છે અને તેમના માનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પો અને યોજનાઓનું ખાતમૂૂહૂર્ત કરે તેવું મનાઈ રહ્યું છે.

31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના પગલે પાંચ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

Related Post

Verified by MonsterInsights