Sun. Dec 22nd, 2024

સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર દરોડા, રૂપિયા 2.14 કરોડનો GST વસૂલવામાં આવ્યો

જૂનાગઢના ગિર અને સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂપિયા ૧૧.૯૮ કરોડના વહેવારો પર રૂપિયા ૨.૧૪ કરોડનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

જીએસટી અધિકારીઓએ ૧૭ રિઝોર્ટ્સ પર ગત રવિવારે દરોડા પાડયા હતા.દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા રિઝોર્ટ્સમાં ધ ગિર રિઝોર્ટ્સ, લીબાક્સ હોટલ્સ એન્ડ રિઝોર્ટ્સ, ગિર બર્ડિંગ લોજ, જગારી અનંતા અલાઈટ, કેરીના રીટ્રીટ રિઝોર્ટ્સ, ગીર પ્રાઈડ રિઝોર્ટ્સ, આરામનેસ ગીર નેશનલ પાર્ક, અમિધારા સ્ટે, સ્ટર્લિંગ રૃદ્રા ગિર, દક્ષ રિઝોર્ટ્સ, સાવજ રિઝોર્ટ્સ, સુખસાગર ગીર રિઝોર્ટ્સ, કંજ ગીર લાયન રિઝોર્ટ્સ, લાયન સફારી કેમ્પ, અમિધારા રિઝોર્ટ્સ, ધ કમ્ફર્ટ એટ ગિર રિઝોર્ટ્સ, રન રાઈડર્સ તથા ધ પોસ્ટ કાર્ડનો સમાવેશ થાય છે.

આ દરોડામાં બે બુકિંગ એજન્ટ્સને પણ આવરી લેવામાં આવ્યા છે. બુકિંગ એજન્ટ્સમાં રાઈઝિંગ ગુજરાત ટુર્સ તથા ટૂ ઝેડ હોલિડેઝ-અમદાવાદનો પઁણ સમાવેશ થાય છે. આ રિઝોર્ટ્સના માલિકો રૃમના ભાડાં ઓછા બતાવીને તે પ્રમાણે ભાડું જમા કરાવતા હતા. તેમજ ઘટાડવાની થતી વેરાશાખ ઘટાડતા નહોતા. કોમ્પોઝિટ ટેક્સની વ્યાખ્યાનું ખોટું અર્થઘટન કરીને તથા પૂરી પાડેલી સેવાને ચોપડે ન દર્શાવીને પણ વેરાની ચોરી કરતાં હોવાનું જોવા મળ્યુંહ હતું. આ પ્રકારના રૃા. ૧૧.૯૮ કરોડના વહેવારો પકડી પાડીને રૃા. ૨.૧૪ કરોડની વસૂલી કરવામાં આવી હતી.

 

Related Post

Verified by MonsterInsights