Sun. Dec 22nd, 2024

સોનું સૂદને AAP ની નજીક જવું પડ્યું ભારે ? સોનું સૂદની મુંબઈ સ્થિત ઓફીસમાં ITના દરોડા

કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બનેલા અભિનેતા સોનું સૂદની ઓફીસ પર ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. સોનું સૂદની પ્રોપર્ટીની એકાઉન્ટ બુકમાં ગડબડ હોવાના આરોપો બાદ પ્રોપર્ટીનો સર્વે હાથ ધર્યો હતો. ઇન્કમ ટેક્સના અધિકારીઓએ સોનું સૂદની ઓફીસ સહીત તેની કંપનીઓ સાથે જોડાયેલી અન્ય 6 જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોનું સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. સોનું સૂદ દિલ્હી સરકારના એક પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો હતો. જે બાદ વાતો વહેતી થઇ હતી કે સોનું સૂદ આમ આદમી પાર્ટી જોઈન કરશે. પરંતુ સોનું સૂદે અરવિંદ કેજરીવાલ સાથે આવી કોઈ વાત નથી થઇ કહીને વાત નકારી કાઢી હતી. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ-કોન્ફરન્સ કરી બાળકો માટે મેન્ટર કાર્યક્રમ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. જે કાર્યક્રમનો બ્રાન્ડ-એમ્બેસેડર સોનુ સૂદ હોવાની વાત કહી હતી.

સોનું સૂદે કોરોનાકાળમાં કડક લોકડાઉન દરમિયાન પરપ્રાંતીયોને ઘરે પહોચાડવાની વાત હોય કે જરૂરિયાતમંદોને અનાજની લઇ આર્થિક તમામ પ્રકારની મદદ કરીને ખુબ જ જાણીતા થયા હતા. જે કાર્યોની પુરા દેશમાં ખુબ જ પ્રશંસા થઇ હતી. જોકે હજુ ઇન્કમ ટેક્સની તપાસને લઈને સોનુ સૂદની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Related Post

Verified by MonsterInsights