Sun. Sep 8th, 2024

જામનગર : ધ્રોલ ખાતે 400 ટ્રેક્ટરથી બનાવાઈ ‘મા શક્તિ’ની આકૃતિ,ભૂચરમોરીના ઐતિહાસિક મેદાનમાં સ્થપાયો કીર્તિમાન

જામનગર : ધ્રોલ ખાતે ભૂચરમોરીના ઐતિહાસિક મેદાનમાં કીર્તિમાન સ્થપાયો છે. આ યુદ્ધભૂમિ પર 400 ટ્રેક્ટર દ્વારા પ્રથમ નોરતે ‘મા શક્તિ’ની વિશાળ આકૃતિ બનાવાય હતી. મહિન્દ્રા કંપની દ્વારા યોજાયેલા આ કાર્યક્રમે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.આ સમગ્ર આયોજનનું સંચાલન જામનગરના મુરલીધર ટ્રેક્ટર દ્વારા કરાયું હતું. પ્રથમ નોરતાના એક દિવસ પહેલા અહીં મહિન્દ્રા કંપનીના 400 ટ્રેકટર લાવવામાં આવ્યા હતા અને ઇજનેરો દ્વારા આ ટ્રેક્ટરો એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેનાથી માતાજીની વિશાળ આકૃતિ બની હતી. હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરા દ્વારા તેનું શૂટિંગ થયું હતું એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. અને એવોર્ડ એનાયત કર્યો હતો.

આ તકે મુરલીધર ટ્રેકટરના રમેશભાઈ રાણીપરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મહિન્દ્રા કંપનીના નેશનલ હેડ સોનીર જોનશન, ઝોનલ હેડ આશિષ ગુપ્તા, સ્ટેટ હેડ રવિ સોની ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને મહિન્દ્રા ટ્રેકટરની રેકોર્ડ બ્રેક ડિલિવરી પણ થઈ હતી.

Related Post

Verified by MonsterInsights