Sun. Sep 8th, 2024

ભુજમાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે આવ્યા

ભુજમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 80 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ કોરોનાને મ્હાત આપીને હોસ્પિટલથી પરત ઘરે ફર્યા છે.

ગુજરાતભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં નવા પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી લહેરમાં બાળકો અને યુવાનો પણ ઝપેટમાં આવતાં 14 દિવસના નવજાત બાળકથી લઈને 35 વર્ષથી સુધીના અનેક યુવાનોએ પણ દમ તોડ્યો છે. પરંતુ બીજી તરફ 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા દર્દીઓએ જીવવ જીવવાની અને દ્રઢ મનોબળને કારણે કોરોનાને હંફાવી જિંદગીની જંગ જીતી લીધી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે 86 વર્ષીય શંભુભાઈ બાંભણિયા અને તેમના 84 વર્ષીય પત્ની વાલીબેન બાંભણીયા કોરોનાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના થોડા જ સમયમાં તેમની હાલત થોડી સીરિયસ થઈ ગઈ હતી. જેથી સારવાર માટે તેમને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસની સઘન સારવાર, નર્સ અને તબીબી સ્ટાફની સારસંભાળના કારણે આ દંપતી સ્વસ્થ થઈને પરત ઘરે આવ્યું છે.

કોરોનાથી સ્વસ્થ થયા બાદ દંપતીએ પોતાના અનુભવો જણાવતા કહે છે કે, હોસ્પિટલના ડોક્ટર્સની સારવાર અને સ્ટાફની લાગણીશીલ સારસંભાળને કારણે અમે કોરોનાને હરાવવા સફળ થયા. હોસ્પિટલમાં સારવારના બે અઠવાડિયા દરમિયાન નર્સોએ અમારા પરિવારની દીકરીની જેમ સેવા કરી. ઉંમર વધારે હોવાથી બેસવા-ઉઠવા અને ચાલવામાં તકલીફ હોવાથી તેઓ સહારો બનીવે બાથરૂમ પણ લઈ જતાં. જેને કારણે અમે સંપૂર્ણ સ્વસ્થ થઈને પાછા ફરી શક્યા છીએ.

ભુજના વયોવૃદ્ધ ખીમજી વિશ્રામ હિરાણી કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ડાયાબીટિઝ પણ હતું અને ઉંમર વધારે હોવાથી તેમને રેસ્પિરેટરી ઇન્ટરમિડીયેટ કેર યુનિટી (RICU)માં રાખીને સારવાર શરૂ કરવામાં આવી હતી અને 11 દિવસની બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Related Post

Verified by MonsterInsights