Sun. Sep 8th, 2024

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

રાજ્યમાં લાંબા સમય બાદ 9 આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. કોરોનાના કારણે આઈએએસ અધિકારીઓની બદલીઓ અટકી પડી હતી. લાંબા સમય પછી ગુજરાતમાં સરકારી અધિકારીઓનો બદલીઓનો દોર શરૂ થયો છે. જો કોરોનાની પરિસ્થિતિ થાળે પડશે તો ફરીથી મોટાપાયે બદલી શરૂ કરવામાં આવશે તેવુ કહી શકાય છે. કલેક્ટર અને ડીડીઓ બાદ હવે સચિવાલયના સુધીના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ થાય તેવી શક્યતા છે.

કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે.

રવિંદ્ર ખતાલેની ડીડીઓ ગીર સોમનાથ તરીકે બદલી

સાબરકાંઠા કલેક્ટર તરીકે એચકે કોયાની નિમણૂંક કરાઈ

એએમ શર્માને ડાંગ આહવા કલેક્ટર તરીકે નિમાયા છે

પી ડી પલસાણા ને ડીડીઓ નર્મદા તરીકે બદલી કરાઈ

ડીડી કાપડીયા વ્યારા ડીડીઓ તરીકે બદલી

કેડી લાખાણીની મહિસાગર ડીડીઓ તરીકે બદલી કરાઈ

કે એલ બચાણી ડીડીઓ ખેડા તરીકે બદલી

ડીએસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી અપાઈ

એ બી રાઠોડને પંચમહાલ ડીડીઓ તરીકે બદલી

 

Related Post

Verified by MonsterInsights