ગાંધીનગર – ઉનાળાના કાળઝાળ ગરમીના મુખ્ય ગણાતા મે માસમાં 8 દિવસે પ્રથમ વખત ગરમીનો આંક 40 ડિગ્રીને વટાવીને 40.1 ડિગ્રી સેન્ટીગ્રેટ નોંધાયો હતો. જ્યારે રાત્રે પણ ઉષ્ણતામાન 29.6 ડિગ્રીને આંબી જતા આખી રાત બફારાનો અનુભવ થયો હતો. શહેરોમાં ગઈ કાલે મહત્તમ તાપમાન 39.74 ડિગ્રી નોંધાયું હતું. તે આજે વધીને 40.1 ડિગ્રી સેન્ટીગ્રેટ થઈ ગયું હતું.