Sun. Sep 8th, 2024

ઇદ પહેલા અમદાવાદમાં કોટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ, લોકોને નિયમનું પાલન કરવા સૂચના

અમદાવાદમાં આવતી કાલે ઇદનો તહેવાર છે. જેમાં ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે માટે પોલીસ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીઓએ આજે શહેરના જમાલપુર સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તેની સાથે કોરોનામાં અન્ય લોકો સંપડાય નહિં તે માટે લાઉડ સ્પીકરમાં તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.

કોરોનાના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે
કોરોનાના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે

પોલીસ દ્વારા કડક કાયદાનું અમલ
હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જે આંકડો પણ સૌથી વધુ અમદાવાદમાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે પોલીસ દ્વારા કડક કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે અમુક વિસ્તારમાં પોલીસની મેલાપી પણાથી દુકાનો ચાલુ રાખીને વેચાણ થતું હતું.

તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે સૂચન કર્યા હતા
તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે સૂચન કર્યા હતા

તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ના થવા સૂચના
પરંતુ હવે ખુદ સંયુક્ત પોલીસ કમિશનર આર.વી.આસરી, ડીસીપી ઝોન-3 મકરંદ ચૌહાણ શહેરમાં લોકોને સમજાવવા નીકળ્યા હતા. તેમને જમાલપુર જગન્નાથ મંદિરથી અનેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આવતી કાલે તહેવારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે સૂચન કર્યા હતા. તેમજ સ્થાનિક વિસ્તારમાં માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights