Sun. Sep 8th, 2024

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી, આગામી ઉનાળાની સીઝનમાં લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે રાજય સરકારે નિર્ણય કર્યો છે. નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી, ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ ૧૩ / ૦ પ / ર ૧ ની સ્થિતિએ ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજયના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો ના માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

Related Post

Verified by MonsterInsights