Sun. Sep 8th, 2024

બોલો હવે કેટલા ટેસ્ટ કરાવવાના, ડ્રાઈવ થ્રુમાં દંપતિ આવ્યું પોઝિટીવ અને ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ

Ahmedabad : મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાલમાં ચાલી રહેલા ડ્રાઇવ થુ્ર કોરોના ટેસ્ટમાં અને ખાનગી લેબમાં કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં એક જ વ્યક્તિના એક જ સમયે-દિવસે કરાયેલા ટેસ્ટના રિપોર્ટ અલગ-અલગ આવી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે લોકો ભારે મુંઝવણ અને ચિંતા અનુભવી રહ્યા છે.

કયો રિપોર્ટ સાચો, સાચુ-ખોટું ક્યાં નક્કી કરવું, કોરોનાના પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ બંનેમાંથી કોને માનવું અને હવે આગળ શું કરવું વગેરે બાબતે લોકો માનસિક પરિપાત ભોગવી રહ્યા છે.

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં સંસ્કાર ભારતી સોસાયટીમાં રહેતા વિપુલ મનહરલાલ શાહ અને તેમની પત્ની અલ્પાબેનને આ અંગેનો કડવો અનુભવ થયો છે. વિપુલભાઇના જણાવ્યા મુજબ તેઓએ ગત તા.૨૬ એપ્રિલે ખાનગી લેબમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જે બંનેનો પોઝિટિવ આવ્યો હતો.

ત્યાર બાદ ‘હોમ ક્વારન્ટાઇન’માં રહીને પુરતી સારવાર લીધા બાદ તેઓએ જીએમડીસી ગ્રાઉન્ડમાં ‘ડ્રાઇવ થુ્ર કોરોના ટેસ્ટ’ માં ટેસ્ટ કરાવ્યો તો તેમાં કોરોના પિઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેઓના જણાવ્યા મુજબ અગાઉ તેમની પત્ની ૨૯ ટકા જેટલા સંક્રમીત હતી. સારવાર બાદના રિપોર્ટમાં ૨૬ ટકા સંક્રમણ બતાવે છે. તેથી તેઓએ ફરીથી તેજ દિવસે તા.૧૨ મેના રોજ સાંજે એક ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવ્યો હતો.

ખાનગી લેબમાં આવ્યો રિપોર્ટ નેગેટિવ

ટેસ્ટ

ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ અંગેની જાણ તેઓએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની લેબમાં કરતા કર્મચારીઓએ તેમની વાત પણ સાંભળવાની તસ્દી લીધી ન હોવાનું તેઓનું કહેવું છે.

આરટીપીસીઆર ટેસ્ટના ૭૦૦ રૂપિયા ફી લઇ લેવાય છે તો પછી રિપોર્ટમાં કેમ ચોક્કસાઇ રહેતી નથી તે બાબત દરેક નાગરિકને મુંઝવી રહી છે. આમ આ સ્થિતિમાં આ પરિવાર કોરોનાના રિપોર્ટની સચ્ચાઇને લઇને અવઢવની સ્થિતિ અનુભવી રહ્યો છે. કોરોનાના આરટીપીસીઆર રિપોર્ટ અલગ-અલગ આવવાના કિસ્સા પૂર્વ અમદાવાદમાં પણ નોંધાઇ રહ્યા છે. જેને લઇને લોકોમાં ભારે મુંઝવણ પ્રવર્તી રહી છે.

 

Related Post

Verified by MonsterInsights