આરોપી હાર્દિક વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ચોરીના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે પોલીસે વધુ પૂછપરછ કરતાં તાજેતરમાં જ હાર્દિકે સતાધાર ચાર રસ્તા નજીકથી સીસીટીવી કેમેરાના કંટ્રોલ જંકશન બોક્સ તોડી ચોરી કરી હતી અને નવરંગપુરા અને પાંજરાપોળ ચાર રસ્તા નજીકના બોક્સની ચોરી ચાલુ મહિને કર્યાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી હાર્દિક અગાઉ વાહનચોરી પણ કરી ચુક્યો છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલ જંકશન બોક્સની ચોરી કરતા એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હાર્દિક ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી વાહનચોરી અને સાદી ચોરીને પણ અંજામ આપી ચૂક્યો છે.
હાલ પોલીસે ચોરીમાં ગયેલ 3 લાખથી વધુનો મુદ્દામાલ અને 2 ચોરીના વાહનો કબ્જે કર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ઇંગ્લીશ મીડીયમ બીકોમ સુધી અભ્યાસ કરી ચુકેલા હાર્દિક ત્રિવેદી શા માટે ચોરીના રવાડે ચડયો હતો આર્થિક તંગી કે મોજશોખને પગલી ચોરી કરી પોલીસ ને દોડાવવા ની મિત્રતા હવે તેને ભારે પડશે.