Fri. Oct 18th, 2024

આ વખતે પણ ભક્તોને શ્રધ્ધા છેકે વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ રક્ષણ કરશે,અને ઘાત પણ ટળી જશે

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન જ્યારે બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો તરફ જ ફંટાઈ જાય છે.

તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તો કાંઠા વિસ્તારને ભારે નુકસાન કરી શકે છે. ગુજરાતના દરિયાના કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છેકે 6 વર્ષમાં 8 વાવાઝોડાએ ગુજરાતનું કંઇ બગાડયું નથી. ત્યારે તાઉ-તે વાવાઝોડા સામે ફરી સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છે કે, સોમનાથ દાદાની કૃપાથી આ આફત પણ ટળી જશે.

આમ, આ વખતે પણ ભક્તોને શ્રધ્ધા છેકે વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ રક્ષણ કરશે. અને, આ ઘાત પણ ટળી જશે.

છેલ્લા 6 વર્ષમાં આ વાવાઝોડાં ન ત્રાટકી શક્યા

1. નૌક ચક્રવાત (13 જૂન, 2014)

13 જૂન 2014ના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો.

2. નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014)

2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે ‘નિલોફર’ સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે વહીવટી તંત્ર સજ્જ થયું હતું. પરંતુ, નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું હતું.

3. અશોબા વાવાઝોડું (10 જૂન, 2015)

10 જૂન 2015ના રોજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોનને પગલે અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતું. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી​​.​​​​​

4. ચપાલા વાવાઝોડું (31 ઓક્ટોબર, 2015)

31 ઓક્ટોબર 2015ના રોજ અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું.

5. ઓખી વાવાઝોડું ( 4 ડિસેમ્બર, 2017)

4 ડિસેમ્બર 2017ના રોજ તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડું ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખેરાઇ ગયું હતું.

6. સાગર વાવાઝોડું ( 17મે, 2018)

17 મે 2018માં ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું ત્રાટકવાનું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું.

7. વાયુ વાવાઝોડું (13 જૂન, 2019)

વાયુ વાવાઝોડાએ જૂન 2019માં ગુજરાતના શ્વાસ અદ્ધર કર્યા હતા. 12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ફૂંકાનારા પવન સાથે ત્રાટકવાની આગાહી હતી. પરંતુ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું.

8. ક્યાર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2019)

અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને પગલે ઉદભવેલું ક્યાર વાવાઝોડું છેલ્લા 12 વર્ષનું સૌથી તીવ્ર સુપર સાઈક્લોન ગણાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે 29-30 ઓક્ટોબરની વચ્ચે કયાર વાવાઝોડું ત્રાટકે તેવી દહેશત હતી. પરંતુ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયા બાદ ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું.

Related Post

Verified by MonsterInsights