ગુજરાત સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરને રોકવા માટે મીની લોકડાઉન લગાવામાં આવ્યું હતું. આજે તે મીની લોકડાઉન અંગે સરકાર દ્વારા મહત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. જેમાં આવતી કાલથી ગુજરાતમાં આંશિક લોકડાઉન લગાવામાં આવ્યું છે. આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. જેથી નાના મોટા ધંધાર્થીઓને રાહત અનુભવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં મોટી જાહેરાત કરી છે. જેમાં તેઓએ જાહેરાત કરી છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે 21 મેથી 27 મે સુધી આંશિક લોકડાઉન અમલી બનશે. એટલે કે રાજ્યમાં લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. વેપારીઓ સવારે 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.