Mon. Dec 30th, 2024

કોરોનાની બીજી લહેરના વળતા પાણી થવા માંડ્યા છે, વડોદરામાં 17 દિવસમા 5434 બેડ ખાલી થયા, વડોદરામાં કોરોનાના કહેર ધીરે ધીરે ઘટી રહ્યો

શુક્રવારે કુલ 329 વેન્ટિલેટર બેડ પૈકી 52 ખાલી હતા. જે પૈકી 52 માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ 364 પૈકી 43 ખાલી હતા.

કોરોનાની બીજી લહેરના વળતા પાણી થવા માંડ્યા છે. વડોદરામાં 17 દિવસમા 5434 બેડ ખાલી થયા છે. આ 17 દિવસમાં વડોદરાની 190 હોસ્પિટલોમાં 4543 બેડ ખાલી થયા છે. સાથે જ આઈસીયુમા પણ 27 ટકા દર્દીઓ ધટ્યા છે. જે બતાવે છે કે વડોદરામાં કોરોનાના કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે.

શુક્રવારે નવા 841 કેસો આવ્યાં હતા. જોકે સામે 1066 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તો છેલ્લાં 10 દિવસમાં 9531 દર્દી સાજા થયા છે. સાથે જ કોરોનાના મૃતકોની સંખ્યામાં પણ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેન્ટિલેટર બેડ અગાઉ 15 જ ખાલી હતા જેમાં 13 ગણાથી વધુનો વધારો થયો છે અને 140 ખાલી થયા છે. શુક્રવારે સાંજે પાલિકાના રિપોર્ટ મુજબ આ હોસ્પિટલોમાં શુક્રવારે કુલ 329 વેન્ટિલેટર બેડ પૈકી 52 ખાલી હતા. જે પૈકી 52 માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ 364 પૈકી 43 ખાલી હતા.

આમ, કહી શકાય કે વડોદરામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. પરંતુ કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના બેડ વધી રહ્યાં છે. જેથી લોકોએ હવે આ નવા મહામારી સામે સતર્ક રહેવુ જરૂરી છે.

Related Post

Verified by MonsterInsights