સુરતમાં તાપી નદીના બ્યુટીફીકેશનના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. સુરતના રિવરફ્રન્ટની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે પણ તૂટી ગઈ છે અને વારંવાર અહીં ચોરી થતી હોવાથી લોકો પણ અહીં આવતા ડરી રહ્યા છે.
રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય સામાન્ય લોકો ત્યાં જતા પણ ડરી રહ્યા છે. સફાઈ અને યોગ્ય જાળવણી ન થતી હોવાથી અહીં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. અસામાજીક તત્વોને કારણે દારૂની બોટલો પણ ઠેર ઠેર પડેલી જોવા મળે છે. કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટની જાળવણીમાં વલણ ઉદાસીન રહ્યું છે.
રેલિંગ ન હોવાથી અહીં વોક કરવા માટે આવતા લોકોની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે. આવું કહી કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાથી વારંવાર અહીં રેલિંગની ચોરી થાય છે. સવારે લોકોની વોકિંગ માટે આવે છે પરંતુ કેટલાક પશુપાલકો દ્વારા પોતાના ઢોર રિવરફ્રન્ટ પર છોડી મુકવામાં આવે છે. જેના કારણે રિવરફ્રન્ટ પર માણસો ઓછા અને પશુઓ વધારે ફરતા દેખાઈ રહ્યા છે.
રેલિંગ કે ગેટ ન હોવાથી કેટલાક માથાભારે તત્વો પણ બાઈક કે વાહનો લઇને રિવરફ્રન્ટ પર ફરતા નજરે દેખાઈ રહ્યા છે. રાત્રી દરમિયાન અહીં દારૂની પાર્ટી પણ થતી હોય તેવા દ્રશ્યો દેખાય છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આ રિવરફ્રન્ટ તો બનાવી દેવામાં આવ્યો છે પણ તેની જાળવણી પણ યોગ્ય રીતે કરવામાં આવે એવી માંગ સુરત શહેરના લોકો દ્વારા કરવામાં આવી છે.