Sun. Sep 8th, 2024

ગોંડલમાં વાવાઝોડાને લીધે પપૈયાના એડે ગયો,10 હજાર છોડવાઓને નુક્સાન

તૌકતે વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ ગયું, પરતું તે બાદ પાછળ વિનાશ વેરતું ગયું છે, વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉનાળું પાક, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના ખેડૂતોનો તૈયાર પાક એડે ગયો છે, ત્યારે ગોંડલમાં પૈપયાના પાકનું ધોવાણ થતા, હજારો હક્ટરમાં તૈયાર થયેલા બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

તૈયાર થયેલા પાક પર પાણી ફેરવાયું

ગોંડલમાં સુલતાનપુર ગામે રહેતા યોગેશ ગોંડલીયાએ 15 મહિના પહેલા તાઈવાનથી મંગાવવામાં આવેલા પપૈયાના બિયારણનું વાવેતર કર્યું હતું, પરંતું પપૈયાનો પાક તૈયાર થઈને ઉતારવા ઉપર આવ્યો હતો ત્યાં ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાએ 17 વીઘામાં તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું છે, વાવાઝોડામાં 10 હજાર જેટલા તૈયાર છોડવાઓને નુકસાન ગયું જેને કારણે 15 માસની કઠોર મહેનત બાદ ઉપજાવવામાં આવેલો પપૈયાનો પાક સંપૂર્ણ પાક જમીનદોસ્ત થઈ ગયો છે.

જેમાં ખેડૂત યોગેશ ગોંડલીયાને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પાકનું વાવાતર કરતા યોગેશ ગોંડલીયાને 8 લાખનું ખર્ચ થયું હોવાનું તેઓ એ પપૈયાની ખાસ બિયારણ જે તાઇવાનનું 786 મનાઈ છે તેનું વાવેતર કર્યું હતું. પરતું સંપૂર્ણ પાક પર પાણી ફરી વળ્યું છે.

ખેતીના પાકને ભારે નુક્સાન

વાવાઝોડાએ માત્રે પપૈયાને જ નહી બલકે મગફળી,ડાંગર, તલ,નાડિયેરી, કેળા, કેરી સહિતના પાકને પણ નુક્સાન પહોંચાડ્યું છે. જેના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે સૌરાષ્ટ્રમાં ખેતી અને બાગાયતી ખેતીને ભારે નુકસાન કર્યું છે, ગત વર્ષે ખેડૂતો લોકડાઉન જેવી સ્થિતિને કારણે ખેડૂતો તૈયાર પાકને બજારો સુધી પહોંચાડી શક્યા ન હતા, તો આ વર્ષે પણ કોરોના અને વાવાઝોડાની સ્થિતિને કારણે ખેડૂતની લાચાર બન્યો છે.

વાવાઝોડું અને વરસાદને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. તે જોતા ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે, ગત વર્ષે પાક નુકસાન જતા પાક વીમાના પૈસા હજુ સુધી ચુકવાયા નથી ત્યારે આ વર્ષે પાકની નુકસાનીનો સર્વે કરવાની માંગ સાથે ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

Related Post

Verified by MonsterInsights