Thu. Jan 23rd, 2025

લાઠી, દામનગર અને બાબરા નગર પાલિકા વિસ્તારના ૬૧૧ અસરગ્રસ્તોને રૂપિયા ૪ લાખ ૮૯ હજાર થી વધુ રકમની સહાયનું વિતરણ કરાયું : આસિસ્ટન્ટ કલેકટર ઉત્સવ ગૌતમ*

*લાઠી, દામનગર અને બાબરા નગર પાલિકા વિસ્તારના ૬૧૧ અસરગ્રસ્તોને રૂપિયા ૪ લાખ ૮૯ હજાર થી વધુ રકમની સહાયનું વિતરણ કરાયું : આસિસ્ટન્ટ કલેકટર ઉત્સવ ગૌતમ*<img src="https://jantanews360.com/wp-content/uploads/2021/05/IMG-20210526-WA0410.jpg" alt="" width="1280" height="853" class="alignnone size-full wp-image-13208″ />

લાઠી, તા: ૨૬ મે

તાજેતરમાં આવેલા તાઉ’તે વાવાઝોડાના પગલે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્થાનિક રહીશોને સત્વરે સહાય વિતરણ કરવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, જે અન્વયે લાઠી, દામનગર અને બાબરા નગરપાલિકાના ૬૧૧ નાગરિકોને રૂપિયા ૪ લાખ ૮૯ હજાર ૨૦૪ની તથા મકાન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમ લાઠીના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું.

શ્રી ગૌતમએ વધુમાં જણાવ્યું હતું કે લાઠી અને દામનગર નગરપાલિકા વિસ્તારના ૨૪૪ લાભાર્થીઓને ૧૩ હજાર ૮૦૪ રૂ. ની કેશડોલ્સ સહાય અને ૫૧ લાભાર્થીઓને રૂ.૧ લાખ ૫૮ હજાર ૫૦૦ ની મકાન સહાય ચુકવવામાં આવી છે જ્યારે બાબરા નગરપાલિકાના ૩૦૯ નાગરિકોને રૂપિયા ૧ લાખ ૬૧ હજાર ૧૦૦ ની સહાય તથા ૭ લાભાર્થીઓને રૂ. ૧ લાખ ૫૫ હજાર ૮૦૦ ની મકાન સહાય ચુકવવામાં આવી છે.

લાઠી નગરપાલિકાના મહાવીર નગર, અકાળા ચોકડી, સેતા પાટી, ભગત પુરા, વણકર વાસ, મંગળપુરા, ત્રવાડી શેરી, ખવાસ શેરી અને સબસ્ટેશન પાછળના વિસ્તારમાં જ્યારે દામનગરના ખોડીયાર નગર વિસ્તારમાં જઇને પ્રાંત અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને શ્રી પી.એચ.તલસાણીયાએ લાભાર્થીઓને સહાયના હુકમો હાથોહાથ એનાયત કર્યા હતા.

નાયબ મામલતદાર સર્વશ્રી વિરાણી હસમુખભાઈ, ઘાંઘોસ ભરતભાઈ અને શ્રી એચ પી ત્રિવેદી તથા સર્વેયર એમ.એ ગાંગલીયા, નગરપાલિકા એન્જિનિયર શ્રી ભરતભાઈ ભટ્ટ વગેરેએ રાત-દિવસ જોયા વગર સર્વેની કામગીરી કરી છે, જેને લીધે અસરગ્રસ્ત નાગરિકોને ખૂબ ટૂંકા સમયમાં સહાયની રકમ પહોંચાડી શકાઈ છે.

Related Post

Verified by MonsterInsights