મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી.
અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન માં એક બિલ્ડરે પોતાના જ મિત્ર વિરુદ્ધ જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મોહમ્મદ આરીફની પત્ની બીમાર હોવાથી મીઠાખડી ખાતે આવેલી નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ માં સારવાર હેઠળ હતી. તે દરમિયાન ફરિયાદીના મિત્ર વસીમને ફોન કરી ખબર અંતર પૂછવા માટે આવવાનું કહીને હોસ્પિટલ માં જ મારામારી કરી હતી.
ફરિયાદી મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી.
જોકે આ બનાવ પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. જેને પગલે નવરંગપુરા પોલીસે વસીમ અને અન્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.