Fri. Oct 18th, 2024

Ahmedabad : શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલનાં એડીશનલ ડિજીની જેલ ઝડતી સ્કવોર્ડની ટીમે ચેકિંગ કરતા ફોન મળ્યો હતો

શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ આરોપીઓ માટે સજા નહી પરંતુ સ્વર્ગ હોય તેવું લાગી રહ્યું છે. જેલમાં કેદીઓને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદીઓ, ખુંખાર કેદીઓ અને માથાભારે કેદીઓને રખાય છે. જેલનાં એડીશનલ ડિજીની જેલ ઝડતી સ્કવોર્ડની ટીમે ચેકિંગ કરતા ફોન મળ્યો હતો. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજ્યની જેલોનાં એડિશનલ ડીજીની ઝડતી સ્કવોર્ડ ટીમે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા હાઇ સિક્યુરિટી ઝોનમાં ચેકિંગ કર્યું હતું. જ્યાં તપાસ દરમિયાન દિવાલ પાસે દસ નંબરની ખોલી નજીકથી પીપળાનાં ઝાડ નીચેથી દાટેલા મોબાઇલ મળ્યો હતો. ચાલુ હાલતમાં સાદો ફોન મળ્યો હતો. હાલ તો ફોનને સીલ કરીને FSL માં મોકલી અપાયો હતો. રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે જેલરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

સાબરમતી જેલમાં અનેકવાર મોબાઇલ મળ્યાની ઘટનાઓ બને છે. રાણીપ પોલીસે હવે આ ફોન કોણ પહોંચાડે છે તે અંગે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરશે. સેન્ટ્રલ જેલમાં આતંકવાદીઓ, ખુંખાર આરોપીઓ, ખંડણીખોર વગેરેની પાસે મોબાઇલ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી નામનો વ્યક્તિ તો જેલમાંથી જ આખી ગેંગ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights