Sun. Sep 8th, 2024

AHMEDABAD: ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બની રહ્યા છે

AHMEDABAD:  ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બની રહ્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પરીક્ષાઓ અને શિક્ષણને લઈને અનિશ્ચિતતાઓને કારણે વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બન્યા છે. પરીક્ષા અને ભવિષ્યને લઈને વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. જેની સીધી અસર જુલાઈમાં યોજાનાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ઉપર થશે.

કોરોનાને કારણે બોર્ડના વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બન્યા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ અનિશ્ચિતતાનો ભોગ બન્યા છે. સ્કૂલ ક્યારે શરૂ થશે? કેટલા સમયમાં શરૂ થશે? કેવી રીતે શરૂ થશે? કોરોનાનું સંક્રમણ ઓછું થશે કે નહીં? પરીક્ષા લેવાશે કે નહીં? લેવાશે તો ક્યારે લેવાશે? તૈયારી ક્યારે કરીશું ? આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બન્યા છે.

શું કહે છે બાળ રોગ નિષ્ણાંત અને મનોચિકિત્સક?

જાણીતા બાળ રોગ નિષ્ણાત મોના દેસાઈએ જણાવ્યું હતું કે અનેક કિસ્સાઓ એવા આવે છે કે વિદ્યાર્થીઓ વધારે પડતા થીંકીંગને કારણે માનસિક તાણ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ લાંબા સમયથી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ પરીક્ષાઓ સતત પાછળ ધકેલાતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. જેની સીધી અસર પરીક્ષાના પરિણામ પર પડશે.

ખાસ કરીને પરીક્ષાને લઈને બોર્ડના વિદ્યાર્થીઓ આટલા અસમંજસમાં ક્યારેય જોવા મળ્યા નથી. પરીક્ષાઓની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ સતત માનસિક દબાણમાં રહે છે. પરીક્ષા લેવાશે કે નહીં તેને લઈને વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી, જેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર પડી છે.

જાણીતા મનોચિકિત્સક રમાશંકર યાદવ કહે છે કે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવવાના કિસ્સા વધ્યા છે. અનેક વિદ્યાર્થીઓ તેમની પાસે આવે છે. સતત રિપોટેશનને કારણે વિદ્યાર્થીઓ થાક્યા છે. ખાસ કરીને 12 સાયન્સના અનેક વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપવાને બદલે ડ્રોપ આઉટ લેવાનું વિચારી રહ્યા છે. અચાનક પરીક્ષાની તારીખ જાહેર થતા કેવી રીતે તૈયારી કરીશું, તેની વિદ્યાર્થીઓને ચિંતા છે. વારંવાર એક જ અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને કંટાળો આવી રહ્યો છે.

બીજી તરફ પરીક્ષા આપવા માતા-પિતાનું પરોક્ષ દબાણ વિદ્યાર્થીઓ પર જોવા મળી રહ્યું છે. પરીક્ષા વખતે કોરોના વધશે તો શું થશે? ફરીથી પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે તો શું થશે? પરીક્ષા આપવા જઈશું તો કોરોના થશે તો? જેવા પ્રશ્નો પણ સતાવી રહ્યા છે. પરીક્ષા ઓનલાઈન લેવાશે કે નહીં તેને લઈને વિદ્યાર્થીઓમાં સ્પષ્ટતા નથી. છેલ્લા દોઢ વર્ષથી સતત એક જ પ્રકારની ચિંતા અને અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગીંગનો શિકાર બન્યા છે.

 

 

 

Related Post

Verified by MonsterInsights