મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 15 વર્ષના છોકરાએ સંબંધોને શર્મસાર કરતાતેની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. 9 વર્ષની બાળકી આરોપીની મામાની દીકરી હતી. આ ઘટના અંગે પીડિતાના પિતાને જાણ થતાં જ તેમણે તરત જ તેમના ભાણીયાને પોલીસને સોંપી દીધો.
પોલીસે આરોપી વિરુદ્ધ આ અંગે કડક કાર્યવાહી કરતા પોક્સો એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો છે. ગુરુવારે આ ઘટના ગ્વાલિયરના ગિરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સગીરના માતા -પિતા ઘટના સમયે ઘરે ન હતા. તેઓ તેની કોસ્મેટિક શોપમાં ગયા હતા. તે જ સમયે છોકરીની ફઈનો 15 વર્ષનો છોકરો ઘરે આવ્યો. તેણે તેની બહેન પર બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
છોકરી ડરના કારણે ચૂપ રહી. પરંતુ શનિવારે તે ફરી ઘરે આવ્યો. જ્યારે તે બાળકી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવા ગયો ત્યારે તેના પિતા અચાનક ઘરે આવ્યા. ગુસ્સે ભરાયેલા પિતાએ છોકરાને પકડીને પોલીસને સોંપ્યો. બાળકી પર બળાત્કાર કરનાર સગીર પણ તેના પાડોશમાં જ રહેતો હતો. બંને એકબીજાના ઘરે આવતા હતા કારણ કે તેઓ સંબંધી હતા.
યુવતી ડરના કારણે પરિવારને કશું કહી શકી ન હતી. પરંતુ જ્યારે છોકરો ફરીથી તેની સાથે અશ્લીલ કૃત્યો કરવા ગયો ત્યારે તેના પિતાએ તેને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.