અમદાવાદમાં ઘાતક કોરોનાકાળમાં ચાલતો હતો તે સમયે અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું છે. સરકારે પણ જે.વી. મોદીના રાજીનામાને મંજૂર કર્યુ છે.
આ પહેલાં પણ તેમણે ત્રણ વાર રાજીનામું ધર્યું હતું, જો કે આ વખતે તેમણે પોતાના અંગત કારણોસર આપેલા રાજીનામાનો સરકારે સ્વીકાર કર્યો છે. રાજીનામા વખતે કોઈ વિવાદ કે અન્ય રાજકારણ હોવાની વાતને તેમણે રદીયો આપ્યો છે.
તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલ, મારી મા છે અને અનેક પડકારો અહીં ઝીલ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પરિવાર સાથે રહેવા માગે છે માટે તેમણે રાજીનામું આપ્યું છે. સતત ત્રીસ વર્ષ સુધી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જે.વી. મોદી રહ્યાં હતા.
તેમણે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં 1991ના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને 2000ની સાલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા. રાજીનામું આપ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ મારી માં છે.
આ હોસ્પિટલમાં વર્ષ 1991માં એમ.બી.બી.એસમાં પ્રવેશ લીધો હતો અને 2000ના વર્ષમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલમાં જોડાયો હતો. જેની બાદ આ હોસ્પિટલમાં જ મારુ જીવન પસાર થયું છે હોસ્પિટલે મને ઘણું આપ્યું છે.