સુરેન્દ્રનગરથી વન વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગરના થાનગઢના જંગલ વિસ્તારમાંથી વન વિભાગના અધિકારીઓએ ગેરકાયદે શિકાર કરતા 2 શિકારીને ઝડપી પાડ્યા હોવાના સમાચાર આવ્યા છે.
આ શિકારીઓ જંગલમાંથી ગેરકાયદે શિકાર કરતા હોવાનું માલુમ પડ્યું છે. વન વિભાગને ગેરકાયદે શિકાર કરતા 2 વ્યક્તિઓને પકડવામાં મોટી સફળતા મેળવી છે. મળેલી માહિતી અનુસાર આ શિકારીઓ હોલા, તેતર, ચંદન ઘો જેવાં પ્રાણી-પક્ષીઓનો શિકાર કરતા હતા.
તમને જણાવી દઈએ કે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત જોવા જઈએ તો તેઓ ગેરકાયદે શિકાર કરતા હતા. વન વિભાગે આ શિકારીઓને પકડવા માટે વોચ રાખી હતી. બાદમાં શિકાર કરતા સમયે બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.
વન વિભાગના અધિકારીઓએ વોચ રાખીને આરોપીઓને તેમના શિકારો સાથે ઝડપી પાડયા હતા. મળેલી માહિતી અનુસાર શિકારીઓ શિકાર કરી રહ્યા હતા. આ સમયે વન વિભાગે તેમના પર વોચ રાખી હતી.
છેવટે અધિકારીઓને સફળતા મળી. શિકાર સાથે જ આ શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે એ શિકારી કેવી રીતે એક વન્ય પ્રાણી અને તેના કોથળા સાથે ઉભો છે.