દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ પ્રેરિત અને પંચાલ સમાજ યુવા/મહિલા સંગઠન દાહોદ તથા સ્થાનિક મંડળો ના સંયુક્ત ઉપક્રમે આયોજિત દાહોદ જિલ્લાના આઠ ઝોન માં 17 મી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે શાનદાર ઉજવણી કરવામાં આવી..જેમાં તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ ,વડીલો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે દાહોદ નગરમાં વિશ્વકર્મા દાદાની જયઘોષ સાથે પ્રભાતફેરીનું સુંદર આયોજન થયું હતું..
ગરબાડા વિસ્તારમાં બાઈકરેલી દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા
દાહોદ જિલ્લાના ગરબાડા,ઝાલોદ,દાહોદ,લીમખેડા,સઁજેલી,લીમડી,ફતેપુરા,સુખસર,બલૈયા,જેસાવાડા અને અભલોડ મુકામે સામુહિક અસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો..જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના જ્ઞાતિજનો જોડાયા હતા.
દરેક ઝોન માં યુવાઓ અને મહિલાઓ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ અને સાંમાજિક એકતા વિષય પર બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા દરેક ઝોન માં પ્રતિજ્ઞાવાંચન કરી ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો ને સમાજ વિકાસની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી..સ્થાનિક મંડળો દ્વારા ભજન કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું..મહાઆરતી અને પ્રસાદ લઈ પંચાલ સમાજ વિશ્વકર્મા પૂજન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.