Fri. Oct 18th, 2024

જાગૃત નાગરિકની અજીબોગરીબ માંગ : કારણ જાણીને ચોંકી જશો, RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં રખડતા ઢોરને પણ છૂટ્ટા મૂકો

જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરની હેરાનગતિ એટલી વધી ગઈ છે કે એક જાગૃત નાગરિકે પરિવહન કમિશનરને અરજી કરી છે કે, રાજ્યભરના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન રખડતા ઢોરને પણ છૂટ્ટા મુકી દેવામાં આવે જેથી ડ્રાઈવરને શરૂઆતથી જ તેની આદત પડે.

અરજદાર અંબાલાલ પરમારે જણાવ્યું હતું કે, “છેલ્લા 15 દિવસમાં વડોદરામાં રખડતા ઢોરને કારણે 80 થી વધુ અકસ્માતો થયા છે અને ડ્રાઈવર અને રાહદારીઓ ઘાયલ થયા છે.” શહેરમાં ચારે તરફ જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે. વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ આ બાબતે બેદરકારી જોવા મળી રહી છે.


ઘણાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો વેઠી રહ્યાં છે અને તંત્ર પશુપાલકો સામે કોઈ પગલાં લેતું નથી તેથી મને વિચાર આવ્યો કે જો શહેરીજનોએ આ સ્થિતિમાં વાહન ચલાવવું હોય તો આવનાર પેઢી આ પરિસ્થિતિથી ટેવાઈ જાય તે માટે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પણ રખડતા ઢોર છૂટા મુકવા જોઇએ અને જે વાહન ચાલક અન્ય નિયમોની જેમ રખડતા ઢોરથી પણ બચીને ટેસ્ટ પુરો કરે તેને જ લાયસન્સ આપવુ જોઇએ.

અંબાલાલ પરમાર કહે છે કે, અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ‘કેટલ ઝોન’ના સાઇન બોર્ડ પણ મારવા જોઇએ જેથી લોકો ચેતીને વાહન ચલાવે. વડોદરામાં પ્રવેશ સમયે મોટા બોર્ડ લગાવવા જોઇએ, કારણ કે આ શહેરમા રખડતા ઢોરના ઝોન છે, તેથી સાવચેત રહો.

 

Related Post

Verified by MonsterInsights