ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ-ગાંધીનગરની 2 દિવસની મુલાકાતે આવ્યા છે. બેન, આમ તો પારિવારિક પ્રસંગ માટે અમદાવાદ આવ્યા છો. જોકે, રાજ્યના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેનના આશીર્વાદ લેવા જઈ શકે છે. બેનને સાથે મળીને કેબિનેટ સભ્યો પણ આશીર્વાદ લેશે તેમ મનાય છે.
આનંદીબેન પટેલના ચુસ્ત સમર્થક ભૂપેન્દ્ર પટેલ સાથે નવા મુખ્યમંત્રી તરીકે વરણી હોવાથી બેનના સમર્થકોને પણ નવી આશા મળી છે. ગુજરાતમાં નો-રિપીટ થિયરીના ભાગરૂપે ભાજપ હાઈકમાન્ડ દ્વારા સમગ્ર રૂપાણી સરકારને ઘર ભેગી કરી દીધી છે. હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમની પસંદગીમાં બેનની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે.
કમલમની ઓફિસમાં પ્રથમ પત્રકાર પરિષદમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મને આનંદીબેન પટેલના આશીર્વાદ મળ્યા છે. બીજી બાજુ, પાર્ટીએ નાયબ મુખ્યમંત્રીની આખી પોસ્ટ કાઢી નાંખીને સરકારમાં બીજા પાવર કેન્દ્રને ઉભું થવા દીધું નથી. હવે જ્યારે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, આનંદીબેન પટેલનો હાથ ઉપર રહયો છે, તેથી મુખ્યમંત્રી સહિત કેબિનેટના સભ્યો તેમને મળે તેવી શક્યતા છે.