Sun. Sep 8th, 2024

સુરત / કોરોનાના માર બાદ હવે કોલસા અને કેમિકલના ભાવ આસમાને, કાપડ ઉદ્યોગની હાલત કફોડી

સુરત : સુરત શહેરનું નામ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. પરંતુ કોરોના બાદથી શરૂ થયેલા ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. હજુ પણ ઉદ્યોગ પાટા પર નથી ચડ્યો, ત્યાં એક બાદ એક મુશ્કિલીઓનો સામનો કરવાનો વારો આવતો દેખાઈ રહ્યો છે.

ભાવ વધારાના કારણે કોલસા અને કેમિકલ સહિતની વસ્તુઓના મીલ માલિકોને નુકસાન થઇ રહ્યું છે. હાલમાં કોલસાના ભાવ પહેલા 8,000 હતાં તે 10,500 પ્રતિ ટન થઇ ગયા છે.


જ્યારે રો મટીરિયલ્સના ભાવમાં સતત વધારાના કારણે મિલ માલિકોને હાલ તો ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. ચીનથી આયાત કરવામાં આવતા કેમિકલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

જેથી મીલ માલિકો જોબવર્કના ભાવમાં વધારો નહીં કરે તો મીલને કાયમી ધોરણે તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

Related Post

Verified by MonsterInsights