ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો મધુબન ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેમ જેમ ડેમમાં પાણીનું સ્તર ચેતવણી સ્તરની નજીક આવી રહ્યું છે તેમ તેમ મધુબન ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.
આ પાણી છોડવાથી દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે સંઘપ્રદેશ દાદરનગર હવેલી અને દમણ સાથે વલસાડ જિલ્લાનો વહીવટ તંત્ર પણ એલર્ટ પર છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે દમણ ગંગા નદીના કિનારે આવેલા ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વલસાડમાં કેવી ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. પછી કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે નીર વહેતા જોવા મળ્યા છે. કપરાડામાં ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પણ છલકાયાના દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, કોઝવે વધતા પાણીને કારણે કેટલીક જગ્યાએ ગરકાવ થયા છે.