ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 80 ટકા વરસાદ નોંધાયો છે.
તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.