ANDHINAGAR : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.
નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય નિર્વિરોધ વિધાનસભાન્બા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.
આ સાથે જ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. વિપક્ષની સહમતિ સાથે અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે.