શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત ધોરણ-9થી12માં જે મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવનારી છે, તેમાં સમય અને કોર્સ માળખામાં ફેરફાર થયો છે. જે મુજબ જુન/ઓગસ્ટનો કોર્સ 100% અને સપ્ટેમ્બર માસનો કોર્સ 50% મુજબનો રહેશે.
આગામી ધોરણ-9થી12 ની પ્રથમ સત્ર માટેની પરીક્ષા 18 થી ઓક્ટોબર શરૂ થશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોના પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ સ્તરેથી તૈયાર કરીને દરેક જિલ્લાની શાળાઓમાં મોકલવામાં આવશે. જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલ કે એસવીએસ કક્ષાએથી પ્રશ્નપત્રો તૈયાર કરી લેવામા આવનાર છે.
અગાઉ જાહેર કરેલ સમયપત્રક મુજબ ધોરણ 9 અને 11 માં સવારે 11 થી 1 પરીક્ષા હતી. ફેરફાર સાથે હવે તે સવારે 10:30 થી 12:30 સુધી લેવામાં આવશે, જ્યારે ધોરણ 10 અને 12માં અગાઉ જે 11થી2ની પરીક્ષા હતી તે હવે 2થી5 દરમિયાન લેવાશે. 9-11માં બે કલાકની અને 10-12માં ત્રણ કલાકની પરીક્ષા રહેશે.
આ દરમિયાન, બોર્ડ દ્વારા માસ ચેપ્ટર-કોર્સ સહિતની રચનાની જાહેરાત કરી છે. જે મુજબ પરીક્ષા લેવામા આવનાર છે. જેમા જુનથી ઓગસ્ટના મહિનાઓનો પુરો 100% કોર્સ રહેશે અને માત્ર સપ્ટેમ્બરનો 50% કોર્સ રહેશે. જ્યારે આ વર્ષથી ધોરણ 10માં લાગુ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રથમ અને દ્રિતિય પરીક્ષામાં બંનેના પેપરો સમાન જ રહેશે. કોઈ અલગ ફેરફાર કરવામાં આવશે નહીં. શાળા કક્ષાએ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.