Mon. Dec 23rd, 2024

જામનગરમાં ધોરણ-4 અને 5 ના વિધાર્થીઓને મંજૂરી વિના શાળાએ બોલાવાયા

ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકારે ધો.1થી5 ને ઑફલાઈન શિક્ષણ શરૂ કરવા મનાઈ ફરમાવી છે. પરંતુ તેમ છતાં અમુક ખાનગી શાળાના સંચાલકો વિધાર્થીઓને બોલાવી તેમનો જીવ જોખમમાં મુકી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

જેમાં જામનગર શહેરની દિવ્યજ્યોત અને શિવહરી સ્કુલમાં ધોરણ 4 અને 5ના વર્ગને સરકારની મંજૂરી ન હોવા છતાં ચાલુ કરવામાં આવ્યા છે. જેનો વીડિયો વીડિયો વાયરલ થતા થયો વિવાદ સર્જાયો છે.


આ સમગ્ર મામલે જ્યારે શાળાના સંચાલકને પુછવામાં આવે છે ત્યારે તે પણ ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમજ સરકારના આદેશ વિરૂદ્ધ શાળામાં ધો.4થી5ના વર્ગો ચાલુ રાખવા જણાવે છે ત્યારે તંત્ર સમગ્ર મામલે શાળાના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલાં લેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

Related Post

Verified by MonsterInsights