અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં કલા અને હસ્તકલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ સ્ટાફના ચેતન શર્મા, કીપસીતા પ્રજાપતિ,વિજયપ્રદીપ મેવાડા દ્વારા વિવિધ પ્રકારના પોસ્ટર અને મોડેલ બનાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શીનીનું મુખ્ય હેતુ દર્દીઓની સલામતી છે,SVP એક અંતરરાષ્ટ્રીય કક્ષાની સરકારની હોસ્પિટલ છે જેમાં દરેક પ્રકારના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
SVPનો સ્ટાફ કયા કયા પ્રકારની કામગીરી કરે છે અને કેવી રીતે દર્દીઓનું ધ્યાન રાખે છે આ જ અનુસંધાને આ પ્રદર્શીનીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રદર્શીનીમાં તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના મોડેલ અને પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા અને તમામ અધિકારીઓના રાઉન્ડમાં દરેક વ્યક્તિએ પોતાની રજૂઆત સારી રીતે આપી હતી અને દરેકને પ્રોત્સાહિત કર્યા હતા.