Sun. Sep 8th, 2024

દાહોદ:વિવિધ પડતર માંગણીઓને લઈને આજે તલાટી-કમ-મંત્રી મંડળ આજે ધરણા પર બેઠા

ભરત બારૈયા:આજરોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ફતેપુરા તાલુકાના તમામ તલાટીઓ તેઓની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે તલાટી-કમ-મંત્રી મંડળ આજે ધરણા પર બેઠા છે

2004 થી 2006 ના વર્ષ માં નિમણુંક પામેલા તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળા ને પ્રાથમિક શિક્ષકની સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવા,01/01/ 2016 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે,01/01/2016 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે,તલાટી કમ મંત્રીના વિસ્તરણ અધિકારી આંકડા વિસ્તરણ અધિકારી સહકાર માં પણ પ્રમોશન આપવા, રેવેન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસુલ વિભાગના 2017 માં થયેલ પરિપત્રો અને અમલ કરવો અને રેવેન્યુ તલાટી ની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 રૂપિયા આપો,ઇ ટાસ કે અન્ય ઉપકરણથી તલાટી કમ મંત્રીને હાજરી પુરાવાના નિર્ણય રદ કરવામાં આવે,આંતર ફેરબદલીના લાભો ઝડપથી આપવા નીતિ નક્કી કરવામાં આવે,નવી તલાટીઓની ભરતી કરવા બાબતી એક ગામ એક તલાટી, તલાટી પર થતા હુમલાઓ સામે રક્ષણ બાબત સહિતના વિવિધ પ્રશ્ન બાબતે તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે

Related Post

Verified by MonsterInsights