Tue. Dec 24th, 2024

ગારિયાધાર ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા મામલતદાર તેમજ તાલુકા પંચાયતે આવેદન પત્ર આપવા મા આવ્યું

ભરત બારૈયા:ગારિયાધાર ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા મામલતદાર તેમજ તાલુકા પંચાયતે આવેદન પત્ર આપવા મા આવ્યું હતું.આવેદન પત્રની સાથો સાથ વિરોધ પણ દર્શાવેલ કે જો માંગ નહીં સંતોષાય તો ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્રારા 5 તારીખે કાળી પટ્ટી બાંધી ને ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા પોતાની કેટલીક જૂની માંગો લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું આ તકે ઉપસ્થિત રહેલા તમામ સાહસિક મંડળ ના સભ્યોએ ગુજરાત સરકારની ઘોર ટીકા કરી હતી જેમાં ૨૦૦૬ થી આજદિન સુધી સતત કામગીરી કરતા હોય તેને તેની કામગીરી મુજબ સરકારશ્રીના 240 દિવસ ના નિયમ મુજબ કાયમી કરવા 206 થી આજ સુધી કામ કરતા કર્મચારીઓને ઈ ગ્રામ વિશગ્રામ યોજનાની પોલિસી રદ કરી નવા નિયમથી પગાર ધોરણ ની અમલ મા મૂકવું અને આ ઉપરાંત આ કર્મચારીઓને વર્ગ-૩ નો દરજ્જો આપવાની માંગ કરાઈ હતી

આ બાબતને લઈને ગારિયાધાર મામલતદાર તેમજ તાલુકા પંચાયત પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ આ મંડળ દ્વારા આવનારા સમયમાં 5 તારીખે માથા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવશે તેમજ આગળના સમયમાં આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ રજૂ કરશે

Related Post

Verified by MonsterInsights