Sun. Sep 8th, 2024

વાહન ચાલકો પરેશાન, ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ધુમ્મસ છવાયું

ગુજરાતમાં સતત વરસાદ બાદ હવામાન ઠંડુ પડી રહ્યું છે. પરિણામે, ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ધુમ્મસ છવાયું છે. નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ ગાઢ ધુમ્મસમાં છવાયેલા છે.

આ સિવાય રાજકોટના જેતપુર પંથકમાં પૂરનું પાણી ઓસરતા, નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાદર નદી પરનો બેઠો પૂલ દેરડીધાર નજીક પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. અગાઉ 2 દિવસ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને પૂરના પાણીએ આ પંથકમાં ભારે તારાજી સર્જી હતી.


પૂલમાં વ્યાપક ધોવાણને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મહત્વનું છે કે 12 ગામોને જોડતો પુલ ક્ષતિગ્રસ્ત છે અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે પૂલ ઉંચો કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાને નથી સંભળાતી અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

Related Post

Verified by MonsterInsights