Fri. Oct 18th, 2024

હિંમતનગરમાંથી 30 લાખનું ડ્રગ્સ સાથે વ્યક્તિની કરી ધરપકડ, એસઓજીને મળી મોટી સફળતા

હિંમતનગરના પીપલોદી પાસે નેશનલ હાઇવે નંબર 8 પરથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOG એ બાઇક પરની વ્યક્તિ પાસે રહેલા થેલામાંથી 300 ગ્રામ મેફાડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

એસઓજીની ટીમને સમાચાર મળ્યા. તેના આધારે બાઇક પર આવેલા વ્યક્તિ પાસે રહેલા બેગમાંથી 300 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. વડાલીનો માણસ ડ્રગ્સનો જથ્થો લઈને પ્રાંતિજ જઈ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલ ડ્રગ્સ અંદાજે 30 લાખનું હોવાનું. પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


ગયા સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદમાં એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના 2 ડ્રગ્સ ડિલરોને અને અમદાવાદના 1 યુવક સહિત 3 આરોપીઓને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતી. મુંબઇનો ઈરફાન અને સર્જીલ અમદાવાદના દાણીલીમડામાં રહેતો અને MD અને MD ડ્રગ્સનો કારોબાર કરતો રઝીન સૈયદે આ ડ્રગ્સ ડિલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યો હતો.

જે પૈકી ગઈકાલે રાત્રે બંને ડ્રગ્સ ડિલરો રઝીંનને ડિલિવરી આપવા દાણીલીમડામાં આવેલી હોટલ મળવા પાસે આવ્યા હતા. જ્યાં વૉચમાં રહેલી પોલીસે આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.

Related Post

Verified by MonsterInsights