Mon. Dec 23rd, 2024

અમદાવાદમાં LIG-EWS ના મકાનો ભાડે-વેચાણ આપનારા સામે તવાઈ,૩૧૨ આવાસોમાં મ્યુનિ.નો સરવે

અમદાવાદ: જોધપુર અને વેજલપુર ખાતે આવેલા AMC દ્વારા બાંધવામાં આવેલા LIG.ઉપરાંત EWSના મકાનો શરતનો ભંગ કરી અન્યને ભાડે-વેચાણ કે ગીરો મુકનારા લોકો સામે તંત્રની તવાઈ ઉતરી છે.આ વિસ્તારોમાં આ પ્રકારના ૩૧૨ આવાસોમાં સરવે કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સરવે બાદ ઘણી સ્ફોટક વિગતો ખુલે એવી સંભાવના છે.રસ્તા ઉપર  ઘાસચારો વેચનારા લોકો સામે જોધપુર અને સરખેજ વોર્ડમાં કડક કાર્યવાહી કરી જથ્થા સહીતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર અને વેજલપુર વિસ્તારમાં  મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા એલ.આઈ.જી.૧૧ અને ૧૨ અને ઈ.ડબલ્યુ.એસ.-૧૩માં મ્યુનિસિપલ કોર્પોરેશને મકાનની ફાળવણી કર્યા બાદ કેટલાક લોકો દ્વારા તેમને ફાળવવામાં આવેલા મકાનો  શરતોનું ઉલ્લંઘન કરી અન્ય લોકોને ભાડે,વેચાણ કે ગીરોથી આપી દીધા હોવાની વિગતો ધ્યાનમાં આવતા મ્યુનિ.એ તપાસ હાથ ધરી હતી.સરવેમાં ૩૧૨ આવાસોની તપાસ પુરી કરાઈ છે.

જોધપુર અને સરખેજ વોર્ડમાં ઢોર માટે જાહેર રસ્તા ઉપર ઘાસચારો વેચનારાઓ પાસેથી ૩૩૦ કીલોગ્રામ ઘાસચારા ઉપરાંત બે પેડલ રીક્ષા, ઉપરાંત માલસામાન એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.પૂર્વના નિકોલ વોર્ડમાં ગુરૃકુળ કઠવાડા ચોકડી અને ભકિત સર્કલ સુધીના રસ્તા ઉપરના દબાણો દુર કરવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights